મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપમાં મૃત્યુઆંક ફરી એકવાર વધ્યો છે. જુન્ટા સરકારે આજે સોમવારે (31 માર્ચ, 2025) નવા આંકડા જાહેર કર્યા હતા. જેમાં વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,056 થયો છે અને 3,900 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી બચાવ કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન, મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ માટે એક અઠવાડિયાનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.