લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનો પ્રચાર પૂર્ણ થઇ ગયો છે. જે સાથે જ આ ચૂંટણીના પ્રચારનો પણ અંત આવ્યો છે. હવે ૧ જૂને અંતિમ તબક્કાનું મતદાન થશે અને ૪ તારીખના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. અંતિમ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢની કુલ ૫૭ બેઠકો પર મતદાન યોજાશે. જેમાં પંજાબની તમામ ૧૩, હિમાચલની ચાર, ઉત્તર પ્રદેશની ૧૩, બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ અને ઝારખંડની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. લોકસભાની ૫૪૩માંથી ૪૮૬ બેઠકો પર ૨૮ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે.