પૃથ્વીની સપાટી પરનું સરેરાશ ઉષ્ણતામાન ૨૦૨૨માં પાંચમું સૌથી ગરમ વર્ષ બની રહ્યું હોવાનું ધ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન - નાસાના વિજ્ઞાનીઓએ કરેલા વિશ્લેષણમાં જણાયું છે. ન્યુયોર્કમાં આવેલી નાસાની ગોદાર્દ ઇન્સ્ટિટયુટ ફોર સ્પેસ સ્ટડીઝના વિજ્ઞાાનીઓએ જણાવ્યું હતું કે નાસાના બેઝ લાઇન પિરિયડ ૧૯૫૧-૧૯૮૦ની સરેરાશની સરખામણીમાં ૨૦૨૨માં દુનિયાનું તાપમાન ૧.૬ ડિગ્રી ફેરનહીટ અથવા ૦.૮૯ ડિગ્રી સેલ્શિયસ ઉંચું રહ્યું હતું.