2020માં યોજાનારા ફૂટબોલનાં ફિફા વર્લ્ડ કપ અંડર-17 મહિલા ફૂટબોલની યજમાની ભારત કરશે. અમેરિકાના મિયામીમાં શુક્રવારે રાત્રે યોજાયેલી ફિફા કાઉન્સિલમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ફિફા વુમન્સ વર્લ્ડ કપ કાઉન્સિલનાં ઓફિસિઅલ ટ્વીટર એકાઉન્ટ ઉપર પણ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, 'કન્ફર્મ: ભારતીય ફૂટબોલ 2020 અંડર-17 વુમન્સ ફૂટબોલ ફિફા વર્લ્ડ કપની ભારત યજમાની કરશે'.