વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શુક્રવારે) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપર ઉગ્ર પ્રહારો કર્યા હતા. સાથે કહ્યું હતું કે ૨૦૧૪ તે કોઈ તારીખ નથી પરંતુ એક 'બદલાવ' (પરિવર્તન) છે. ત્યારે જનતાએ 'જૂના ફોન' જેના સ્ક્રીન્સ થંભી ગયા હતા, તેને ફગાવી તેવી સરકાર પસંદ કરી કે જેણે સમગ્ર દર્શન બદલી નાંખ્યું.