દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગૈંગરેપ અને મર્ડર કેસના ચારેય દોષિતોની ફાંસી આજે (સોમવારે) આગામી આદેશ સુધી ટાળી દીધી છે. આરોપી પવનની માફી અરજી રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ હોવાથી કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. જો કે, રાષ્ટ્રપતિ દ્વારા આ દયા અરજીને ફગાવી દેવામાં આવી છે. પરંતુ ફાંસીની સજાના વિલંબને લઈને નિર્ભયાની માતા આશા દેવીએ આરોપ લગાવ્યો છે કે દોષિતોની સતત ટળી રહેલી ફાંસી સિસ્ટમની નિષ્ફળતા બતાવે છે. આપણી આખી સિસ્ટમ દોષિતોનું સમર્થન કરે છે.