સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 2002ના તોફાનો દરમિયાન સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કિસ બાનોને 50 લાખ રૂપિયાનું વળતર, નોકરી અને મકાન આપવાનો નિર્દેશ આપ્યો છે. જોકે, આ નિર્દેશ પહેલા પણ સુપ્રીમ કોર્ટ આપી ચૂકી છે, પરંતુ આ વખતે કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે બે અઠવાડિયાની અંદર બિલ્કિસ બાનોને આ સુવિધાઓ અને વળતર આપવામાં આવે. નોંધનીય છે કે, હિંસક ભીડે આ હુમલામાં બિલ્કિસ બાનો સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તેના પરિવારના 14 સભ્યોની હત્યા કરી દીધી હતી.