કચ્છ એક સમય વૈભવ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતું. એક સમયએ કચ્છ આરબ દેશોને લાલ ચોખા પૂરું પડતું હતું. કચ્છની જાહોજહાલી અને સુખ સમૃદ્ધિ વિપુલ પ્રમાણમાં હતી પરંતુ આજથી બરાબર ૨૦૦ વર્ષ પહેલા એટલે કે 16 જૂન 1819ના દિવસે ભયાનક ભૂંકપ આવ્યો હતો તેના લીધે પાણી હતું ત્યાં રણ થઇ ગયું હતું. હરિયાળા વિસ્તાર તરીકે ઓળખાતું કચ્છ કુદરતી આફત આવવાના કારણે તેનો અમૂલ્ય વૈભવ છીનવાઈ ગયો હતો.
- કચ્છમાંથી નાના વહાણોની અન્ય ભંગાર જેવી કેટલીક વસ્તુઓ આવી હતી
કચ્છ યુનિવર્સિટીઓના સંશોધકોને સાથે રાખીને કચ્છના રણમાં નિયમિત સંશોધનકાર્ય કરવામાં આવી રહ્યું છે. અલ્લાહબંધ વિસ્તારમાં વર્ષ ૨૦૧૭માં કરાયેલા સંશોધન કાર્ય દરમિયાન જે તે સમયે ભૂંકપ વખતે નાશ પામેલા એકાદ વહાણનો 100 કિલો જેટલા વજનનો પ્રમુખ સ્તંભ મળી આવ્યો હતો. આ ઉપરાંત નાના વહાણોની અન્ય ભંગાર જેવી કેટલીક વસ્તુઓ પણ મળી આવી હતી.
- 2010માં સિંધુ નદીનો પાણી પ્રવાહ ફરી કચ્છ તરફ આવ્યો હતો
ઈસરોના વૈજ્ઞાનિક. ડૉ.પી.એસ. ઠક્કરે 2010માં એવું જાહેર કર્યું હતું કે, 1819માં બંધ થયેલા સિંધુ નદીના વહેણનું પાણી ફરી વખત કચ્છના રણમાં પ્રવેશ્યું હતું. તેના કારણે કચ્છના કેટલાક વિસ્તારોમાં લીલુઘાસ જોવા મળ્યું હતું અને રણ જગ્યાએ લીલોતરી જોવા મળી રહી છે એટલે કે સિંધુ નદીનો પ્રવાહ કચ્છના રણ તરફ આવતા રણની જગ્યાએ હરિયાળીનું નિર્માણ થયું છે. પાકિસ્તાનમાં સિંધુ નદીના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં આવેલા પુરનું પાણી અહી સુધી ઘસી આવ્યું હતું.
- ભૂંકપના કારણે બે પ્લેટો વચ્ચે અથડામણના કારણે ભૌગોલિક ફેરફાર આવ્યા હતા.
આ ભૂંકપના કારણે બે પ્લેટ વચ્ચેની અથડામણથી કચ્છમાંથી પાકિસ્તાન સુધીનો જમીનનો એક બંધ જેવો પટ્ટો ઉપસી આવ્યો છે. જેની લંબાઈ 80 કિમીથી વધારે, પહોળાઈ 6 કિમી અને ઉંચાઈ 5થી 6 મીટર જેટલી છે, જેને અલ્લાહબંધ(ભગવાને બાંધેલો ડેમ) તરીકે ઓળખવામાં આવે છે. આ બંધ આજે પણ દેશ-દુનિયાનાના વૈજ્ઞાનિકોમાં સંશોધન માટે રહસ્યમય બની રહ્યો છે. બંધના કારણે કચ્છની કોરી ક્રિક અને લખપત સુધી આવતી સિંધુ નદીની એક મોટી શાખા બંધ થઇ ગઈ છે.
કચ્છના મોટા રણમાં આજથી બે સદી પહેલા એવો ભયંકર અને ગોઝારો ભૂકંપ આવ્યો હતો,જેને દેશના સૌથી મોટા જિલ્લાનું ભૂગોળ અને અર્થશાસ્ત્ર ફેરવી નાખ્યું હતું. કચ્છના નકશામાંથી સિંધુનું વહેણ ગાયબ કરીને 90 કિલોમીટર લાંબો,16 કિલોમીટર પહોળો અને 6 મીટર ઊંચો એક બંધ સર્જી દીધો હતો, જે ઇતિહાસમાં અલ્લાહ બંધથી ઓળખાય છે.
- આ અલ્લાહબંધ સર્જાયો
કચ્છના રણમાં ભૂકંપ બાદ ઉભી થયેલી આ કુદરતી બંધ છે. જેને અલ્લાહબંધ તરીકે ઓળખવામાં આવે છે. સમય સાથે આ કુદરતી બંધની ઉંચાઇમાં ઘટાડો થયો છે, જોકે આજે પણ આ કુદરતી દિવાલ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
લાલ ચોખા કાયમ બંધ જ થઇ ગયા
લખપતથી કચ્છને આઠ લાખ કોરીની આવક થતી હતી. અહીં વિપુલ પ્રમાણમાં ડાંગરનું ઉત્પાદન થતું હતું. જે સિંધુના વહેણ સાથે બંધ થઇ ગયું. લાલ ચોખાની નિકાસ અન્ય દેશોમાં થતી હતી. લખપતનો આર્થિક વ્યવહાર તૂટી પડતા અહીંથી લોકો હિજરત કરી ગયા.લિગ્રાન્ડ જેકબ નામના અંગ્રેજ અધિકારીએ 1860માં લખપતની મુલાકાત લીધી ત્યારે નોંધ્યું કે અહીં માત્ર 20 લોકો જ બચ્યા છે, જેમાંથી 12 માત્રને તેણે જોયા હતા
નીચે 35 કિલોમીટર ઊંડી જાડી પ્લેટ છે. હવે પ્રશ્ન એ છે કે, અલ્લાહ બંધનો ભાગ જે,6 મીટર જમીનથી ઉપસ્યો કે કઈ રીતે 35 કિલોમીટરની પ્લેટ માંથી પ્લેટ ડીફૉર્મેશન થયું તે વિષય પર સંશોધન ચાલુ છે.