મુંબઈના લીલોતરી વિસ્તાર આરે કોલોનીમાં ઝાડ કાપવાનો વિરોધ કરનારી અરજીઓ હાઈ કોર્ટમાંથી ફગાવી દેવાયા બાદના ગણતરીના કલાકો બાદ કાર્યકરોએ આરોપ લગાવ્યો કે પ્રશાસને ઝાડ કાપવાના શરૂ પણ કરી દીધા છે. કાર્યકરોએ આરોપ લગાવ્યો કે જે 2600 ઝાડ કાપવાના છે તેમાંથી 200 ઝાડ શુક્રવારે કાપી પણ નખાયા. આ બાજુ આરે કોલોની જતા તમામ રસ્તાઓ પર પોલીસે બેરિકેડ લગાવી દીધી છે. કોલોનીના 3 કિમી સુધીના વિસ્તારમાં કોઈને પણ જવાની મંજૂરી નથી. 100થી વધુ લોકોને પોલીસે અટકાયતમાં લીધા છે.