પંજાબના ખેડૂતો વિવિધ પડતર માગણીઓને લઇને ફરી સરકાર સામે આંદોલન શરૂ કરવા જઇ રહ્યા છે, જેને લઇને પાંચ માર્ચના રોજ ચંડીગઢમાં મોરચાનું આયોજન કરાયું છે. જોકે આ મહાપંચાયત યોજાય તે પૂર્વે જ પંજાબમાં અનેક ખેડૂતો અને તેમના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હાલ અનેક નેતાઓના ઘરો પર પોલીસ પહોંચી રહી છે. એક રિપોર્ટ મુજબ પંજાબમાં આશરે ૨૦૦ ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી છે.