-
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB) દ્વારા માર્ચ-2018 દરમ્યાન લેવાયેલી ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા વખતે એક પરીક્ષા કેન્દ્ર ખાતેથી 200 કિલો થાય એટલા મોટા જથ્થામાં કાપલીઓ મળી આવી હતી. આ પરીક્ષામાં ચોરી માટે લવાયેલી જૂનાગઢ જિલ્લાના વંથલીના પરીક્ષા કેંદ્રમાંથી કાપલીઓ મળી આવી હતી.. બોર્ડના અધિકારીઓને માઈક્રો સાઈઝમાં કોપી કરાયેલી કાપલીઓ પેક કરવા માટે 20 કોથળાની જરૂર પડી હતી. આ બાબતનો ખુલાસો બુધવારે ગુજરાત બોર્ડની પરીક્ષા સમિતિ સમક્ષ સુનાવણી દરમિયાન થયો હતો. પરીક્ષા સમિતિએ મામલાની ગંભીરતાને જોતાં સેન્ટરના એક્ઝામ કોઓર્ડિનેટર અને નિરીક્ષકોને સમન પાઠવવાનું નક્કી કર્યું છે. બોર્ડના વાઈસ ચેરમેન એન.સી. શાહે કહ્યું કે, “15 વિદ્યાર્થીઓને સમન પાઠવવામાં આવ્યું છે. અને સુપરવાઈઝર્સ અને સેન્ટર કોઓર્ડિનેટરને પણ 31 મેએ સમન પાઠવવામાં આવશે.”