ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો ધસારો અસાધારણ રીતે વધવાથી ઠેર-ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, જેને પગલે મહાકુંભ મેળા તરફ આગળ વધતા વાહનોએ ૨૦૦થી ૩૦૦ કિ.મી. દૂરથી જ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. પ્રયાગરાજ તરફ જતા બધા જ નેશનલ હાઈવે પર ટ્રાફિક એટલો વધી ગયો છે કે વાહનોને મધ્ય પ્રદેશમાં રોકવામાં આવી રહ્યા છે.