કેન્દ્ર સરકારે જીએસટી મહેસૂલની ઘટ પૂરવા માટે ૨૦ રાજ્યોને ઓપન માર્કેટમાંથી ૬૮,૮૨૫ કરોડ રૂપિયાનું ઋણ લેવાની મંજૂરી આપી છે. કેન્દ્રે આપેલા ઋણના વિકલ્પ બાબતે ૧૨મી ઓક્ટોબરે યોજાયેલી જીએસટી પરિષદની બેઠકમાં સર્વાનુમતિ સાધી ન શકાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણામંત્રાલયે મંગળવારે જણાવાયું હતું કે, ‘૨૦ રાજ્યોને ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના ૦.૫૦ ટકાના દરે અધિક ઋણ માટે મંજૂરી આપવામાં આવી છે.’
વર્તમાન વર્ષમાં જીએસટીની મહેસૂલ ઘટ ૨.૩૫ લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. આ પહેલાં કેન્દ્રે રાજ્યોને આરબીઆઈની સ્પેશિયલ વિન્ડોમાંથી ૯૭,૦૦૦ કરોડ રૂપિયા તેમજ ઓપન માર્કેટમાંથી ૨.૩૫ લાખ કરોડ રૂપિયાના ઋણ લેવાના બે વિકલ્પો સૂચવ્યા હતા.