Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હવેથી બધા જ ખાનગી સિક્યોરિટી ગાર્ડસ માટે 20 દિવસની તાલીમ ફરજિયાત કરાઇ છે. તાલીમ દરમિયાન એમણે ટોળાને અને આગને નિયંત્રણમાં લેવાનું તથા આઇઇડીની ઓળખ વિશે શીખવું પડશે.
કોઇપણ ગાર્ડને દાખલ કરવા અગાઉ એમને 20 દિવસની તાલીમ આપવાની રહેશે અને એ 20 દિવસની તાલીમ દરમિયાન 100 કલાક ક્લાસમાં અને 60 કલાક ફિલ્ડ ટ્રેનિંગ આપવાની રહેશે.
આ સિવાય, ખાનગી સિક્યોરિટી ઍજન્સીના માલિકોએ આંતરિક સુરક્ષા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા વિષયો વિશેની માહિતી મેળવવા માટે છ દિવસની ફરજિયાત તાલીમ લેવી પડશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કરેલી જાહેરાત અનુસાર આ ફેરફાર તાત્કાલિક ધોરણે અમલમાં મુકાયો છે. જાહેર કરાયેલા ફેરફાર પ્રમાણે પોતાની અથવા પોતાના કોઇપણ ગાર્ડ કે કર્મચારી વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કરાયો હોય તો એ વિશે ખાનગી સિક્યોરિટી ઍજન્સીના માલિકોએ સરકારને તુરંત જણાવવાનું રહેશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ