રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ૨૪ કલાકમાં બે બે વખત ઈમેઈલથી ખંડણીની માગણી સાથે હત્યાની ધમકી આપવામાં આવી હતી. અગાઉ ઈમેઈલ કરનારે ૨૦ કરોડની ખંડણી નહીં ચૂકવાય તો હત્યાની ધમકી આપી હતી. બાદમાં એ જ ઈમેઈલ એકાઉન્ટ પરથી બીજો મેઈલ આવ્યો હતો અને તેમાં જણાવાયું હતું કે અગાઉના ઈમેઈલ અનુસાર ખંડણી નહીં મળી હોવાથી હવે ૨૦૦ કરોડ આપવા પડશે. પોલીસે અગાઉના મેઈલ બાદ જ અંબાણી પરિવારના સિક્યુરિટી ઈન્ચાર્જે આપેલી ફરિયાદના આધારે ગામદેવી પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી તેને ટ્રેસ કરવા પ્રયાસો હાથ ધર્યા છે.