જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરની સ્થિતિ હજુ ચાલી રહી છે. રાજૌરીથી આવેલા અહેવાલ અનુસાર એક આતંકીને ત્યાં ઠાર મરાયો છે જ્યારે એક અન્ય આતંકી ઘવાયો હતો. જ્યારે બારામુલ્લામાં શનિવારે શરૂ થયેલી એક અલગ અથડામણમાં વધુ એક આતંકીને ઠાર મરાયો હતો. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે અથડામણ બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં થઈ હતી.