આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના કહેવા પ્રમાણે ફક્ત 2 બાળકોની નીતિ અપનાવવાથી જ આસામના મુસ્લિમોની ગરીબી દૂર થઈ શકશે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર અલ્પસંખ્યકોની વસ્તીની વૃદ્ધિ ધીમી કરવા વિશેષ નીતિગત પગલા ભરશે જેનું લક્ષ્ય ગરીબી અને નિરક્ષરતાનું ઉન્મૂલન હશે.
એક ઈન્ટરવ્યુમાં હિમંત બિસ્વાએ જણાવ્યું કે, રાજ્ય સરકારનું પ્રાથમિક લક્ષ્ય સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ગતિવિધિઓનો પ્રસાર કરવાનું તથા આ પ્રકારના પગલા દ્વારા મુસ્લિમ વસ્તીની વૃદ્ધિ પર રોક લગાવવાનું છે. જોકે આ પ્રકારનું વલણ સમુદાયની અંદર આવે તે જરૂરી છે કારણ કે, જો સરકાર બહારથી આવું કરશે તો તેનો રાજકીય આધાર પર અર્થ શોધવામાં આવશે.