આંદ્રપ્રદેશના વિજયનગરમાં મુસાફરો ભરેલી 2 ટ્રેનો સામ-સામે ટકરાઈ હોવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલો મુજબ ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા છે. હજુ ઘટના અંગે વધુ માહિતી સામે આવી નથી, જોકે કહેવાઈ રહ્યું છે કે, ઘણા કોચ પાટાપરથી ઉતરી ગયા છે અને અત્યાર સુધીમાં 6 લોકોના મોત નિપજ્યા હોવાની પુષ્ટી થઈ છે. 40થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ કહેવાય છે.