રૂપિયા ૩૫૦૦ કરોડના ઇનવોઇસ પર રૂપિયા ૪૭૦ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટના સંભવિત કૌભાંડમાં બુધવારે ડિરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ અને ડિરેક્ટર જનરલ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ દ્વારા દેશના ૨૭ શહેરોના ૩૩૬ ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા. ડિરેક્ટર જનરલ ઓેફ જીએસટી અને ડિરેક્ટર જનરલ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સના ૧૨૦૦ અધિકારીઓએ હાથ ધરેલા સંયુક્ત દરોડાઓમાં સરકાર પાસેઆઇજીએસટીમાં છેતરપિંડી કરતી મોટી સંખ્યામાં બોગસ કંપનીઓ અને નિકાસકારો ઝડપાઇ ગયા હતા. ડિરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ અને ડિરેક્ટર જનરલ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ દ્વારા ગુજરાત, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ,પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તેલંગાણા, પંજાબ, રાજસ્થાન, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢના ૨૭ શહેરોમાં કાર્યવાહી કરાઇ હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ અંતર્ગત આવતી આ બંને એજન્સીઓ દ્વારા દેશનાઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી દરોડાની કાર્યવાહી કરાઇ હતી.