શ્રાવણના અંતિમ દિવસે શુક્રવારે બપોરે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં શિવજીની નગરયાત્રા નીકળી હતી. શિવ મંદિરથી નીકળેલી આ નગર યાત્રા તીન બત્તી વિસ્તાર નજીક આવતા અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈને થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં એક PSI તેમજ બે પોલીસ કર્મચારીઓ તેમજ મહિલા સહિત ચાર શ્રદ્ધાળુઓને ઈજા થઈ હતી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઠાસરા દોડી ગયા હતા. સ્થિતિને નિયંત્રણમાં લઈને નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો. આ ઘટનામાં સંડોવાયેલા 11 આરોપીઓની ધરપક