રાજ્યમાં નશાકારક પદાર્થો પર પ્રતિબંધ હોવા છતા અવાનવાર મળી આવતા હોય છે. ત્યાં જ વડોદરામાં SOGના દરોડામાં 2 શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયા છે. SOGના સર્ચમાં આરોપીઓ પાસેથી 2.10 લાખની કિંમતનું 21 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આરોપી ઇમરાન મલેકના ઘરમાંથી રૂપિયા 15 લાખ રોકડ પણ મળી આવી છે. જેમાં બે આરોપી મલેક અને મતીન ઝડપાયા છે. આરોપી મુંબઈથી ડ્રગ્સ લાવીને વેચતા હોવાનું સામે આવ્યુ છે.