ઓમિક્રોન વેરિઅન્ટે દુનિયાભરમાં દહેશતનો માહોલ સર્જ્યો છે. યુકે, યુએસ અને યુરોપમાં ઓમિક્રોનના નવા કેસોની સાથે હવે મરણાંક પણ વધવાને કારણે વિવિધ દેશોમાં આકરાં નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે.
યુએસમાં આરોગ્ય કર્મચારીઓની હાલત એટલી બધી કફોડી થઇ છે કે સીડીસીએ નિર્ણય લેવો પડયો છે કે કોરોના પોઝિટિવ આરોગ્ય કર્મચારી ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ હવે દસને બદલે સાત દિવસ હોમ ક્વોરન્ટાઇન રહ્યા બાદ પાછો કામે ચડી શકે છે. અમેરિકામાં કોરોનાના નવા 2.67 લાખ કેસ નોંધાયા છે જ્યારે વધુ 1,149ના મોત થયા હતા.