રિક્ષા ચાલકોના યુનિયનોએ અમદાવાદમાં 7મી જુલાઈએ હડતાળનું અઠવાડિયા પહેલાં જ એલાન કર્યું હતું. યુનિયનો દ્વારા પાંચ અલગ અલગ માગણી કરાઈ છે, તેમનું કહેવું છે કે, દિલ્હી-તેલંગાણા વગેરે રાજ્યોમાં સરકારે રિક્ષા ચાલકોને સહાય પેકેજ આપ્યું છે, ગુજરાતમાં ત્રણ મહિના લેખે રિક્ષા ચાલકોને 15 હજાર સહાય આપવી જોઈએ, તેમના વીજ બિલ બાળકોની સ્કૂલ ફી, મ્યુનિસિપલ ટેક્સ બિલ માફ કરવાની માગણી કરાઈ છે.
સરકાર દ્વારા એક લાખની લોનની જાહેરાત માત્ર કાગળ પર હોવાનો પણ યુનિયનોએ આક્ષેપ કર્યો છે. યુનિયનના દાવા પ્રમાણે અમદાવાદમાં 2.20 લાખ કરતાં વધારે રિક્ષા ચાલકો છે જે તમામ સ્વયંભૂ બંધ પાળવાના છે. કોંગ્રેસ અને અન્ય એક પાર્ટી દ્વારા પણ આ હડતાળને સમર્થન અપાયું છે. ઈમરજન્સી સેવાને કોઈ અસર નહિ થાય, કોઈ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલે જવાની ફરજ પડે તેવી સ્થિતિમાં રિક્ષા ચાલુ રહી શકશે.