સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ગેંગસ્ટર અબૂ સલેમને 2030 સુધી મુક્ત નહીં કરવામાં આવે પરંતુ તેમની 25 વર્ષની કસ્ટડીનો સમય પૂરો થયા બાદ કેન્દ્ર સરકાર ભારત અને પોર્ટુગલ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ વિશે રાષ્ટ્રપતિને સલાહ આપી શકે છે. વર્ષ 1993ના મુંબઈ બ્લાસ્ટનો અપરાધી અબૂ સલેમે 2 મામલે પોતાને મળેલી આજીવન કેદની સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.
તેણે દાવો કર્યો હતો કે, પોર્ટુગલથી તેના પ્રત્યાર્પણમાં જે શરતો મુકવામાં આવી હતી તે મુજબ તેની કેદ 25 વર્ષથી વધુ ન હોઈ શકે. એટલા માટે તેને 2027માં મુક્ત કરવામાં આવે. તેનો જવાબ આપતા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, સલેમની મુક્તિ પર વિચાર કરવાનો સમય 2027માં નહીં 2030માં આવશે. કારણ કે, 2005માં પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારે સરકાર જરૂરી નિર્ણય લેશે.