વર્ષ 1993માં મુંબઈમાં થયેલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાના ત્રણ હથિયારો સુરતથી મળી આવ્યા છે. સુરત SOG પોલીસે ત્રણ હથિયારો સાથે આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કરની ધરપકડ કરી છે. વર્ષ 1993માં મુંબઈ શેર માર્કેટમાં દાઉદ ઇબ્રાહિમના માણસોએ બૉમ્બ બ્લાસ્ટ કર્યો હતો. તે વખતે આરોપીના પિતાનું ઘટનામાં મોત નિપજ્યું હતું. આ સાથે મુંબઈમાં કોમી રમખાણો પણ થયા હતા. તે વખતે આરોપી વિરાર રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેમને કાપડની થેલીમાંથી ત્રણેય હથિયારો મળી આવ્યા હતા. જે રિવોલ્વર આરોપીએ પોતાના ઘરે લઈ જઈ સંતાડી રાખી હતી