કેરળના વાયનાડમાં છેલ્લા બે દિવસથી તબાહીના દ્વશ્યો સામે આવી રહ્યા છે. ભૂસ્ખલનની દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. કેરળના મહેસૂલ મંત્રી કે રાજને જણાવ્યું હતું કે મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં મોટા ભૂસ્ખલન બાદ ઓછામાં ઓછા 190 લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ ઘાયલ થયા હતા. સેનાએ લગભગ 1,000 લોકોને બચાવ્યા છે અને 220 લોકો હજુ પણ ગુમ છે.