દેશમાં કોરોનાના દર્દી 10 લાખને પાર થઈ ગયા છે. દર્દી વધવાની ઝડપ સતત વધી રહી છે. સરકારી આંકડા મુજબ દર્દી બમણા થવાની અવધિ 21 દિવસ છે. એટલે કે જો નવા દર્દી વધવાનું અટકશે નહીં તો ઓગસ્ટમાં પ્રથમ સપ્તાહ સુધીમાં 20 લાખ દર્દી થઈ શકે છે. બીજીબાજુ દેશમાં રિકવરી રેટ પણ વધ્યો છે. જે અત્યારે લગભગ 63 ટકા છે. મૃત્યુદર 2.6 ટકા છે. પરંતુ ચિંતાની વાત એ છે કે મોતની સંખ્યા બમણી થવાની અવધિ 23 દિવસ થઈ ગઈ છે. જે ગયા મહિને 32 દિવસની હતી. એટલે કે ઓગસ્ટના બીજા સપ્તાહ સુધીમાં મોતની સંખ્યા 50 હજાર થઈ શકે છે.
25 માર્ચે જ્યારે લૉકડાઉન લગાવાયું ત્યારે દેશમાં માત્ર 568 દર્દી હતા. ત્યારપછી 31 મે સુધી લૉકડાઉનના 68 દિવસમાં 1.90 લાખ દર્દી મળ્યા. એટલે કે રોજના સરેરાશ 2794 દર્દી. ત્યારપછી 1 જૂનથી અનલૉકનો પ્રથમ તબક્કો શરૂ થયો. ત્યારથી 16 જુલાઈ સુધી 46 દિવસમાં 8.10 લાખ દર્દી મળ્યા. એટલેકે રોજના સરેરાશ 17608 દર્દી. પરંતુ ચિંતા એ વાતની છે કે એક સપ્તાહથી આ સરેરાશ 2500થી ઊપર જતી રહી છે. હવે રોજની સરેરાશ 30 હજાર થઈ ગઈ છે.