અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ગત બુધવારે ન્યૂયોર્ક સિટીમાં રહેતા મૂળ સુરતનાં 19 વર્ષનાં જય ચન્દ્રકાન્ત પટેલની ગોળી મારી દેવાયેલી હાલતમાં એક ગલીમાંથી મળી હતી. પોલીસને આ ઘટના સાથે સંકળાયેલા સીસીટીવી ફૂટેજ મળ્યાં છે. પોલીસનું કહેવું છે કે જયને ગોળી મારીને તેની લાશને અન્ય જગ્યાએ ફેંકી દેવામાં આવી હોવી જોઇએ. નોંધનીય છે કે જય પટેલ નસાઉ યુનિવર્સિટીમાં બિઝનેસનો વિદ્યાર્થી હતો.
મૂળ સુરતનો રહેવાસી
સુરતના ઓલપાડ તાલુકના મુળદ ગામનો જય ચંદ્રકાન્ત પટેલ છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહે છે. હત્યારાઓએ જયને છાતીમાં ગોળી મારી હતી. જે બાદ તેનાં મૃતદેહને કારમાં લઈ જઈ ફ્લોરલ પાર્ક કે તે જ્યાં રહે છે તેની પાસે ફેંકી દીધો હતો. આ સમયે પોતાના ડોગ્સ સાથે વોક પર નીકળેલી મહિલાએ લાલ રંગની ટોયોટા કારમાંથી જયનો મૃતદેહ ફેંકતા જોઇ હતી.