છેલ્લાં અઠવાડિયાથી રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ રહ્યો હોવા છતાં વરસાદ પડતો નથી. છેલ્લા બે દિવસથી વાતાવરણ પણ ખુલ્લું જોવા મળી રહ્યું છે. પરંતુ, આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે. જેની અસરોથી આગામી 19થી 26 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ફરીથી સાર્વત્રિક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની સીસ્ટમ સક્રીય થશે, આ સિસ્ટમ 19થી 20 સપ્ટેમ્બરે મુંબઇ અને દક્ષિણ ગુજરાતની આસપાસ પહોંચશે. જેથી 18-19 સપ્ટેમ્બરે વાતાવરણમાં પલટો આવ્યાં બાદ 19થી 26 સપ્ટેમ્બર અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધાર રહેશે.