કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ઝડપી પ્રસારના પગલે દુનિયાભરમાં કોરોના મહામારીએ ઊથલો માર્યો છે અને વર્ષના છેલ્લા સપ્તાહમાં મહામારી વઘુ ઘાતક બની છે અને દરરોજ કોરોનાના નવા વિક્રમી કેસ નોંધાઈ રહ્યા છે. દુનિયામાં શુક્રવારે એક દિવસમાં કોરોનાના નવા ૧૯ લાખ કેસ નોંધાયા હતા જ્યારે સતત બીજા દિવસે ૭,૦૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતા. કોરોનાના સૌથી વધુ કેસ અમેરિકામાં જોવા મળ્યા છે, જ્યાં એક જ દિવસમાં ૫.૭૨ લાખ કેસ નોંધાયા હતા. આ સિવાય યુરોપમાં ફ્રાન્સમાં કોરોનાના બે લાખ જ્યારે બ્રિટનમાં ૧.૮૯ લાખ અને સ્પેનમાં ૧.૬૧ લાખ કેસ નોંધાયા હતા.