ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડયો હતો. બિહારમાં વરસાદી ઘટનાઓમાં ૧૯ લોકોનાં મોત થયા હતા. ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી એક મહિલાનું મોત થયું હતું. મણિપુરમાં રેલવે સાઈટમાં થયેલા ભૂસ્ખલનમાં વધુ નવ મૃતદેહો મળતા મૃત્યુઆંક વધીને ૨૯ થયો છે. હજુ પણ ૩૪ લોકો લાપતા છે. એ જ વિસ્તારમાં ભૂસ્ખલનની વધુ એક ઘટના પણ બની હતી. હવામાન વિભાગના અહેવાલમાં કહેવાયું હતું કે આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ-પશ્વિમી ચોમાસું દેશભરમાં ફરી વળશે. બધા જ રાજ્યોમાં એક સપ્તાહ સુધી સારો એવો વરસાદ નોંધાશે.