રાજૌરી જિલ્લાના ઢાંગરી ગામમાં છ નિર્દોષ લોકોના હત્યારાના આંતકવાદીઓને હવે નહીં બચે. કેન્દ્ર સરકારે આ આતંકવાદી ઘટનાની કડક નોંધ લેતાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ની 18 વધારાની ટુકડીઓને રાજૌરી અને પૂંચ જિલ્લામાં તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. એમાંથી આશરે આઠ કંપનીઓ છેલ્લા 24 કલાક દરમ્યાન આ બંને જિલ્લાઓમાં પહોંચી ચૂકી છે અને બાકીની આગામી દિવસોમાં પહોંચશે. પ્રત્યેક ટુકડીમાં સામાન્ય તરીકે 100 જવાન અને અધિકારી હોય છે.