કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પરીક્ષાના ફોર્મ પર જીએસટી વસૂલવા મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ‘કેન્દ્ર સરકાર પરીક્ષાનું ફોર્મ પર જીએસટી વસૂલી રહી છે. જે માતા-પિતાએ પોતાના બાળકોની પરીક્ષાની તૈયારી માટે એક-એક પૈસા બચાવ્યા હતા, તેઓના સપનાને કેન્દ્ર સરકારે આવકના સોર્સમાં બદલી નાખ્યો છે.’