નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 7 વર્ષમાં 34.42 કરોડથી વધુ લાભાર્થીઓને લોને પેટે કુલ 18.60 લાખ કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે.
નાણામંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ સ્વીકારવામાં આવેલ અરજીઓમાંથી 68 ટકા કરતા વધુ ખાતા મહિલાઓના છે અને 22 ટકા લોન એવા નવા ઉદ્યોગસાહસિકોને આપવામાં આવી છે જેમણે યોજનાની શરૂઆતથી કોઈ લોન નથી લીધી. અત્યાર સુધી મંજૂર કરાયેલી કુલ લોનમાંથી 51 ટકા એસસી/એસટી/ઓબીસી વર્ગના સમુદાયને આપવામાં આવી છે.