Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૧૭મો વાર્ષિક ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ એવોર્ડ માટે ૨૦૧૭માં નિર્માણ પામેલા ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મોના નોમીનેશન્સ જાહેર થયા છે. જેમાં ફિલ્મ ‘ભંવર’ સૌથી વધુ ૧૪ નોમીનેશન્સ સાથે પ્રથમ ક્રમે જયારે ‘લવની ભવાઈ’ અને ‘કેરી ઓન કેસર’ ૧૩-૧૩ નોમીનેશન્સ મેળવી દ્વિતીય સ્થાને રહી છે. જયારે ફિલ્મ ‘સુપરસ્ટાર’ અને ફિલ્મ ‘ઓ ત્તારી’  તથા ‘કરશનદાસ પે એન્ડ યુઝ’ ને ૧૦-૧૦ નોમીનેશન્સ મળ્યા છે.

    ગુજરાતમાંના કુલ ૧૭ નાટકોમાંથી અંદાજીત ૧૫૦ કલાકાર કસબીઓની એન્ટ્રી મળી હતી જેમાં સૌથી વધુ ૬ નોમીનેશન્સ ફોરમ આર્ટસ – સુરત નિર્મિત નાટક ‘અનન્યા’ એ મેળવ્યા છે. જયારે ચાર – ચાર નોમીનેશન્સ મેળવી ‘મસ્તરામ’, ‘એક વત્તા એક અગિયાર’ અને ‘એક સંબંધ સાવ અચાનક’ બીજા ક્રમે છે. તો ‘લાલી લીલા’, ‘સાસુ વહુની ટ્વેંટી ટ્વેંટી’, ‘સપ્તપદીના સાત વચન’, ‘લગ્ન કર્યાને લોચા પડ્યા’, ‘ચાલ ચંદુ પરણી જઈએ’ નાટક ત્રણ – ત્રણ નોમીનેશન્સ મેળવી ત્રીજા ક્રમે રહ્યા છે. આ ઉપરાંત, ‘બીકોઝ આઈ વોઝ નોટ ગિલ્ટી’, ‘ખેલ ખેલમાં અગનખેલ’, ‘પરિત્રાણ’ નાટક બે – બે અને ‘સંબંધોની સોનોગ્રાફી’, ‘ફલર્ટીંગ એટ ફોરટી’ એક – એક નોમીનેશન્સ મેળવ્યા છે.

આ ઉપરાંત પાર્શ્વગાયક રઘુવીર કુંચાલાને સ્વ. હેમુ ગઢવી એવોર્ડ જાહેર થયો છે તો લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ માટે અરવિંદ વેકરીયા અને ચિત્રા વ્યાસની પસંદગી થઈ છે. સ્વ. ધીરુભાઈ અંબાણી મેમોરીઅલ એવોર્ડ જયરાજ ઠક્કરને અને જૈન રત્ન એવોર્ડ સંજય ગોડાવતના ફાળે ગયું છે.

   ‘મહેશ નરેશ’ એવોર્ડ રાજકોટની સંગીતકાર બેલડી મનોજ – વિમલને જાહેર થયું છે  તો મહારથી એવોર્ડ બોલીવૂડના દિગ્ગજ નિર્માતા મનોજ દેસાઈને જાહેર થયું છે.

 ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ મુંબઈના વર્સોવા ખાતે આવેલા મોડેલ ટાઉન ગ્રાઉન્ડ ખાતે ’૧૭મો ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ એવોર્ડ ૨૦૧૭’ ભવ્ય રીતે યોજાશે. જેમાં  જાણીતા ગુજરાતી ફિલ્મ સ્ટાર્સ દ્વારા ધમાકેદાર પર્ફોમન્સ રજૂ થશે. બોલીવૂડના દિગ્ગજો સહિત ગુજરાત અને મુંબઈના અનેક જાણીતા કલાકારો આ એવોર્ડ શૉની શોભા વધારશે.

આ અંગે વધુ વિગતો આપતા ટ્રાન્સમીડિયાના એમ. ડી. જસ્મીન શાહ અને મનોહર કાનુનગોએ જણાવ્યું હતું કે, ૨૦૧૭ ના વર્ષમાં કુલ ૬૧ ફિલ્મો રીલીઝ થઇ જેમાંથી ૩૨ ફિલ્મો આ સ્પર્ધામાં છે જે એક વિક્રમ છે. તે જ રીતે ગુજરાતના નોંધનીય કહી શકાય તેવા ગુજરાતના કુલ ૧૭ નાટકો, મુંબઈના કુલ ૩૩ નાટકો આ સ્પર્ધામાં છે અને તેના નોમીનેશન્સ વિધિવત રીતે કલાકારો કસબીઓ અને વિશિષ્ટ મહાનુભાવોથી ખીચોખીચ ભરેલા એક બેન્કવેટ હોલમાં જાહેર કરવામાં આવ્યા છે.

   ગુજરાતી મનોરંજન જગતના મુંબઇ ખાતે ભવ્ય રીતે યોજાતા એકમાત્ર પ્રતિષ્ઠિત એવોર્ડઝ એવા ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ એવોર્ડે અવિરત ૧૬ વર્ષ પુરા કરી ૧૭ માં વર્ષમાં પ્રવેશ કરી લીધો છે. પ્રથમ વર્ષથી જ તટસ્થ એવોર્ડ આપવાની પરંપરા સતત ટ્રાન્સમીડિયાએ જાળવી રાખી છે ત્યારે ૨૦૧૭ ના વર્ષમાં નિર્માણ પામેલા ગુજરાતી નાટકો, ગુજરાતી ટીવી શ્રેણીઓ અને ગુજરાતી ફિલ્મોના નોમીનેશન્સ આજે દિગ્ગજોની બનેલી ખાસ કમિટીઓ દ્વારા સખત ઝીણવટપૂર્વક પ્રત્યેક નાટકો અને ગુજરાતી ફિલ્મોના સ્ક્રીનીંગ કરી જાહેર કરવામાં આવતા જ ગુજરાતી કલાજગતમાં ખુશીનો માહોલ છે. આપણે જાણીએ જ છીએ કે ગુજરાતી ફિલ્મોનું સ્તર ગત ૩ વર્ષથી સારૂ એવું ઉપર આવ્યું છે. પ્રેક્ષકોની રુચિને અનુરૂપ એક પછી એક સુંદર ફિલ્મો નિર્માણ પામી રહી છે.

આ વર્ષે નવોદિત નિર્માત્રી અદિતી ઠાકોરની ફિલ્મ ‘ભંવર’ સૌથી વધુ ૧૪ નોમીનેશન્સ સાથે પ્રથમ ક્રમાંક પર રહી છે જયારે આરતી પટેલ નિર્મિત અને સંદીપ પટેલ દિગ્દર્શિત ફિલ્મ ‘લવની ભવાઈ’ તથા નિર્માતા કમલેશ ભુપતાણી અને ભાવના મોદી અને દિગ્દર્શક વિપુલ મહેતાની ફિલ્મ ‘કેરી ઓન કેસર’ ને ૧૩ – ૧૩ નોમીનેશન્સ મળ્યા છે. દક્ષેશ શાહ અને સ્નેહાન દવે નિર્મિત અને ભાવિન વાડિયા દિગ્દર્શિત ફિલ્મ ‘સુપરસ્ટાર’ ને ૧૧, ફિલ્મ ‘કરશનદાસ પે એન્ડ યુઝ’ તથા ‘ઓ ત્તારી’ ફિલ્મને ૧૦ – ૧૦, ફિલ્મ ‘રોલ નં. ૫૬’ ને ૭, ફિલ્મ ‘પપ્પા તમને નહિ સમજાય’, ‘લવ યુ યાર’, ‘બેવફા સનમ તારી બહુ મહેરબાની’ ને ૬ – ૬, ફિલ્મ ‘ચોર બની થનગાટ કરે’, ‘ધન્તીયા ઓપન’ ને ૫ – ૫, ફિલ્મ ‘ધ એન્ડ’ ને ૩, ફિલ્મ ‘મોનાલીસા’, ‘બેન્ડ બાજા બબુચક’, ‘મનડું મળ્યું મહેસાણામાં’, ‘તું મારો દોસ્તાર’ અને ‘ચીમનભાઈની ચાલ’ ને ૨ – ૨, ફિલ્મ ‘મેઈડ ફોર ઈચ a અધર’, ‘અરમાન’, ‘બોસ હવે તો ધમાલ’ અને ‘આવ તારું કરી નાખું’ ને ૧ – ૧ નોમીનેશન્સ મળ્યા છે.

    ગુજરાતી ફિલ્મોની અલગ અલગ કેટેગરીમાં કુલ ૩૩ ફિલ્મોમાંથી ૬૦૦ થી વધુ કલાકારો અને કસબીઓ આ સ્પર્ધામાં સામેલ હતા. જેમાંથી ફિલ્મોના કુલ ૧૩૮ નોમીનેશન્સ અલગ અલગ કેટેગરીમાં આજે જાહેર કરવામાં આવ્યા છે. જયારે ગુજરાત નાટક વિભાગમાં કુલ ૧૭ નાટકોમાંથી ૧૫૦ કલાકાર – કસબીઓને એન્ટ્રી મળેલ જેમાંથી ૪૧ નોમીનેશન્સ જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે કલર્સ ગુજરાતી ચેનલ પર પણ મહેક, સૂરી લાવશે સપનાની સવાર, છૂટા - છેડા સીઝન – ૨, સાવજ અને શુક્રમંગળ જેવી શ્રેણીઓ તેમના નવા એપિસોડ સાથે લોકો સુધી પહોચી. આ ૫ શ્રેણીઓના ૭ વિભાગમાં અંદાજે ૩૨ જેટલા નોમીનેશન્સ જાહેર કરવામાં આવ્યા. જેનો ભવ્યાતિભવ્ય એવોર્ડ સમારંભ મુંબઈના અંધેરી વર્સોવા સ્થિત મોડેલ ટાઉન ગ્રાઉન્ડ, ૭ બંગલો ખાતે તારીખ ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ બોલીવૂડના દિગ્ગજો સહિત ગુજરાતના અને મુંબઈના રંગભૂમિ, ટેલીવિઝન તથા ફિલ્મો સાથે સંકળાયેલા હજારો કલાકારો, કસબીઓ અને ખાસ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં દબદબાભેર યોજાશે.

    હિતુ કનોડિયાનું ધારાસભ્ય બનવા બદલ અને મનોજ જોશીનું ‘પદ્મશ્રી’ સન્માન મેળવવા બદલ ટ્રાન્સમીડિયા દ્વારા સન્માન કરવામાં આવશે.

    આ વર્ષે તિહાઈ ગ્રુપના સથવારે ટેલીવૂડની જાણીતી અભિનેત્રી રશ્મી દેસાઈ, બોગ બોસ ફેઈમ અરવિંદ વેગડા તથા ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકારો હિતુ કનોડિયા, મમતા સોની, આરોહી પટેલ, મયુર ચૌહાણ, દીક્ષા જોશી દ્વારા ધમાકેદાર પર્ફોમન્સ આપવામાં આવશે.

   ગુજરાત સરકારના પ્રવાસન નિગમ તરફથી આ ઇવેન્ટને ખાસ સહયોગ સાંપડ્યો છે. જયારે ઇસ્કોન ગ્રુપના પ્રવીણ કોટક અને મુંબઈ માટુંગા સ્થિત તથા GEO ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મનીષ શાહનો સહકાર પણ સાંપડ્યો છે. ટ્રાન્સમીડિયાની સાથે આ એવોર્ડ સમારંભને બહોળી પ્રસિદ્ધિ મળે તે હેતુથી ગુજરાતી અગ્રણ્ય ચેનલ ‘કલર્સ ગુજરાતી’ અને ગુજરાતના જાણીતા રેડીઓ ‘રેડ એફ. એમ.’ તથા જાણીતી ભક્તિ ચેનલ ‘સોહમ’ જેવા જાણીતા મીડિયા હાઉસ જોડાયા છે.

    આ વર્ષે જાણીતા કોરિયોગ્રાફર કૃણાલ સોનીની કોરિયોગ્રાફી દ્વારા ગુજરાતી ફિલ્મ, ટેલીવિઝન અને નાટકોના ખૂબ જાણીતા ચહેરાઓ સાથે ચુનંદા પર્ફોમન્સીસ રજૂ થનાર છે.

    માં ની મમતા, માતૃભાષાની જાળવણી અને માતૃભુમી પ્રત્યેનો પ્રેમ આવનારી પેઢીમાં અકબંધ જળવાઈ રહે તેવા ઉમદા હેતુ સાથે ટ્રાન્સમીડિયાના મેનેજીંગ ડિરેક્ટર જસ્મીન શાહ દ્વારા આ એવોર્ડની શરૂઆત ૨૦૦૧ માં રાજકુમાર જાનીની પરિકલ્પના સાથે કરવામાં આવી. પ્રથમ વર્ષથી જ જસ્મીન શાહ સાથે જોડાયા રાજુ સાવલા, અભિલાષ ઘોડા, દીપક અંતાણી અને જીગ્નેશ ભુતા. એક જ ટીમ સાથે સતત સત્તરમાં વર્ષમાં પહોચવાનો આ એક અનોખો વિક્રમ છે, તેવું જસ્મીન શાહે ખેલદિલીપૂર્વક સ્વિકાર્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ