બિપરજોય વાવઝોડાથી ( Biparjoy cyclone )થયેલા નુકસાનને લઇને કેન્દ્રની સહાય જાહેરાત પહેલા કેન્દ્ર સરકારની (Central government) ટીમ ગુજરાતમાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નુકસાન સહિતના મુદ્દાઓ પર કેન્દ્ર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જૂન મહિનામાં આવેલા અતિવિનાશક બિપરજોય વાવાઝોડાથી ગુજરાતને રૂ.1797.82 કરોડનું નુકસાન થયુ હોવાની કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.