રાજ્યમાં વઢવાણ તાલુકાના મૂળચંદ ગામના 170 પરિવારોને કાળઝાળ ગરમીમાં એક બેડા પાણી માટે 3 થી 5 કિલોમીટર રઝળપાટ કરવો પડી રહ્યો છે. વાસ્મોની પાણીની યોજના અંતર્ગત આ પરિવારોએ ત્રણ માસ અગાઉ ઘર દીઠ રૂપિયા 2 હજાર ભરવા છતાં તેમને પાણી મળ્યું નથી અને હાલ ભરઉનાળે તડકામાં પાણી માટે વલખા મારી રહ્યાં છે.