75માં પ્રજાસત્તાક દિવસ અગાઉ ગૃહ મત્રાલય દ્વારા રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર અને સેવા મેડલોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના 1132 કર્મચારીઓ-અધિકારીઓને તેમની અસાધારણ સેવાઓ માટે સન્માન આપવામાં આવશે.
ગુજરાતના 17 પોલીસકર્મી-અધિકારીને કરાશે સન્માનિત
ગુજરાતની વાત કરીએ તો આવતીકાલે ગુજરાતના કુલ 17 પોલીસ કર્મચારી અને અધિકારીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે. આવતીકાલે અમદાવાદના રેન્જ આઈ.જી પ્રેમવીર સિંઘ, અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ કિરીટકુમાર ચૌધરી, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ભમરાજી જાટ, અનઆર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ભગીરથસિંહ ગોહિલને મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે.