અત્યારે કોરોના વાયરસનો (coronavirus) કહેર વધતો જાય છે ત્યારે કોરોના વાયરસના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં બે દિવસમાં લગભગ 250થી વધુ કર્મચારીનાં કોરોનાટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. અને કુલ 21 કર્મચારી પોઝિટિવ (corona positive) આવ્યા છે. સિવિલ હોસ્પિટલ દ્વારા કર્મચારીઓના ટેસ્ટિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ગુરુવારે પણ વધુ ટેસ્ટિંગ હાથ ધરાય એવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ માર્ચથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કેસોની સુનાવણી કરી રહી છે.
છ મહિનાના અંતરાલ બાદ હવે 14મી સપ્ટેમ્બરથી હાઇકોર્ટમાં ચાર કે પાંચ કોર્ટમાં પ્રત્યક્ષ રીતે સુનાવણી કરવાની તૈયારી કરાઇ રહી છે ત્યારે કોરોનાના પોઝિટિવ કેસો આવતાં ફરી એકવાર ચિંતા શરૂ થઇ છે. આમ 14મી સપ્ટેમ્બરથી હાઈકોર્ટ શરૂ કરવાનો નિર્ણય બંધ રાખવામાં આવ્યો છે. અને હાઈકોર્ટના કર્મચારીઓને પોઝિટિવ કેસ આવતા 12થી 15 સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હવે 14 સપ્ટેમ્બરે કોર્ટ નહીં ખુલે માત્ર જાહેરહિતની અરજીઓ ઓનલાઈન સુનાવણી હાથધરાશે. ફિઝિકલ કોર્ટ શરુ કરવાનો નિર્ણય રદ કરાયો છે.