નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા દેશભરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. NIAએ PFI કનેક્શનને લઈને 17 સ્થળો પર દરોડા પાડ્યા છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના અનેક શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. બિહારના ફુલવારી શરીફમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. તપાસને લઈને દરભંગાના ઉર્દૂ માર્કેટમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.