હરિયાણા મહિલા કોંગ્રેસનાં પ્રદેશઅધ્યક્ષ સુમિત્રા ચૌહાણે કહ્યું છે કે ઉન્નાવ અને કઠુઆ રેપકાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા 17 એપ્રિલનો દિવસ કાળા દિવસ તરીકે મનાવવામાં આવશે. આ અંગેની માહિતી આપતાં તેમણે માધ્યમોને જણાવ્યું હતું કે મહિલા કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુષ્મિતા દેવની અધ્યક્ષતામાં વિવિધ રાજ્યોથી આવેલી કોંગ્રેસી મહિલા કાર્યકરો કાળા વસ્ત્રો ધારણ કરીને અથવા કાળી પટ્ટી બાંધીને દિલ્હીસ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયને ઘેરશે.