ઊર્જા મંત્રી સૌરભ પટેલે ખેડુત લક્ષી જાહેરાત કરતા જણાવ્યું હતું કે કિસાન સર્વોદય યોજના હેઠળ હવે ખેડૂતોને દિવસે વીજળી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ખેડૂતો માટે મહત્વાકાંક્ષી કિસાન સર્વોદય યોજનાનો આરંભ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24મી ઓક્ટોબરે વર્ચ્યુઅલી જૂનાગઢ ખાતેથી કરાવશે. આ યોજના હેઠળ રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવશે. આ જાહેરાતને પગલે ખેડૂતોની વર્ષો જૂની માંગણી આજે પૂર્ણ થઇ છે.
દિવસે વીજળી મળતા ખેડૂતોનું ખેત ઉત્પાદન વધશે અને સાથે સાથે વીજળીની બચત પણ થશે. રાજ્યમાં હાલ 153 ગ્રુપ છે તેમાં અડધા ગ્રુપને દિવસમાં અને અડધા ગ્રુપને રાતના વીજળી પૂરી પાડવામાં આવે છે. હવે આ યોજના હેઠળ સવારે 5 વાગ્યાથી રાત્રીના 9 કલાક દરમિયાન વીજળી આપવાનો નિર્ણય કરાયો છે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતને ખેતીવાડીના વપરાશ માટે દિવસ દરમ્યાન વીજ પુરવઠો - ભારત સરકાર દ્વારા વર્ષ 2022 અંતિત 175 ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષમતા પ્રસ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે
જેમાં 100 ગીગાવોટ (1 લાખ મેગાવોટ) સૌર ઊર્જાનો તથા 75 ગીગાવોટ (75000 મેગાવોટ) પવન ઊર્જાનો સમાવેશ છે. રાજય સરકાર દ્વારા બિન-પરંપરાગત ઊર્જા ઉત્પાદનને (પવન અને સૌર ઊર્જા) પ્રોત્સાહન આપવા માટે નીતિઓ પણ જાહેર કરવામાં આવી છે. રાજ્યની હાલની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા 3128 મેગાવોટ છે જે આગામી વર્ષોમાં 10750 મેગાવોટ કરવાનું આયોજન છે.