ગુજરાત સરકારને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી હાલની સ્થિતિએ કુલ 1672.35 કરોડ રૂપિયા લેવાના થાય છે. આ બાકી રકમ માટે રાજ્યના નાણાં વિભાગ તરફથી કેન્દ્રના નાણાં મંત્રાલય સાથે સંકલન કરવામાં આવ્યું છે
જીએસટી કાયદા અન્વયે વળતર અંગેના એક પ્રશ્નના જવાબમાં રાજ્યના નાણામંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર પાસેથી જીએસટી વળતર પેટે ફેબ્રુઆરી 2023માં 864.62 કરોડ તેમજ જુલાઇ 2023માં 9020.97 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.