રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલા તાતરપુર ખાતે શુક્રવારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતના કાફલા પર હુમલો થયો હતો. કેટલાક લોકોએ સ્વાગતના બહાને તેમની ગાડી અટકાવીને હુમલો કરી દીધો હતો અને તેમના પર સ્યાહી પણ ફેંકી હતી. ઉપરાંત તેમની ગાડીના કાચ પણ ફોડી નાખવામાં આવ્યા હતા. આ હુમલા બાદ રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને ભાજપ પર આરોપ લગાવ્યો હતો. ટિકૈતે ભાજપના ગુંડાઓએ તેમના પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.