કેન્દ્ર સરકારના મોટર વ્હિકલ એક્ટની નવી જોગવાઇ મુજબ ટ્રાફિકના નવા નિયમોનો ગુજરાતમાં અમલ થવા જઇ રહ્યો છે જેના પગલે PUC સર્ટીફીકેટ મેળવવા PUC સેન્ટરો પર લોકોની ભારે ભીડ જામી છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી દશા ઉભી થઇ છે. હવે રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નરે છેલ્લી ઘડીએ વધુ 1500 PUC સેન્ટરો શરુ કરવા તૈયારી કરી છે.
ઉલ્લેખનીય છે કે સોમવારથી ગુજરાતમાં મોટર વ્હિકલ એક્ટ મુજબ ટ્રાફિકના નવા નિયમો અમલી થઇ રહ્યાં છે. મોટોમસ દંડ ચૂકવવો ન પડે તે માટે વાહનચાલકો આગોતરી તૈયારીઓ કરી છે. જણાવી દઈએ કે PUC સર્ટિફિકેટ મેળવવા અત્યારે PUC કેન્દ્રો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.