ચક્રવાતી વાવાઝોડા ઇડાઈના કારણે ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ભારે તારાજી સર્જાઇ છે. આ વાવાઝોડાને કારણે મોઝામ્બિકમાં 19 અને ઝિમ્બાબ્વેમાં 24 લોકોના મોત થયા હતા. મલાવી અને સાઉથ આફ્રિકામાં પણ ઇડાઈ વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો. જ્યારે સેંકડો લોકો હજુ પણ લાપતા છે. દક્ષિણ આફ્રિકાના આ ત્રણેય દેશોમાં વાવાઝોડાના કારણે 15 લાખથી વધુ લોકોને અસર થઇ છે. કલાકનાં 190 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. મોઝામ્બિકમાં પૂર અને વીજળી ડૂલ થવાથી 5 લાખથી વધુ લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જણાઈ દઈએ કે, વાવાઝોડા પહેલા પડેલા ભારે વરસાદથી આવેલા પૂરમાં છેલ્લા એક અઠવાડિયામાં 66 લોકોનાં મોત થયા છે અને 17000 લોકો બેઘર બન્યા છે.