અમદાવાદમાં તાજેતરમાં એસ.જી. હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે ભવ્ય ઉમિયા ધામ મંદિર બનાવવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ પાટીદાર સમાજની બેઠક મળી હતી. જેમાં મંદિર બાંધકામ માટે જાણે કે પૈસાનો વરસાદ થયો હોય તેમ માત્ર ત્રણ જ કલાકમાં 150 કરોડ રુપિયાનું દાન આવી ગયું હતું. એટલે કે ઓન એન એવરેજ પ્રત્યેક મિનિટે 84 લાખ રુપિયાનું દાન આવ્યું હતું.