Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શેરબજાર માં ગત અઠવાડિયાના છેલ્લા દિવસ એટલે કે શુક્રવારે મોટા કડાકા બાદ ફરી એકવાર આજે (પાંચમી ઓગસ્ટ) બજાર ખુલતાં જ અફરાતફરી મચી ગઇ હતી. અમેરિકામાં મંદીના ભણકારા સાથે અમેરિકન સ્ટૉક માર્કેટ ડગમગ્યું તો તેની સીધી અસર હવે ભારતીય શેરબજારમાં દેખાઈ. સપ્તાહનો પ્રથમ દિવસ સોમવારે આજે બ્લેક મંડે સાબિત થયો. જ્યાં પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાયો ત્યાં બજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી એકાએક ધરાશાયી થઇ ગયા. બીએસઈ સેન્સેક્સની શરૂઆત જ આજે 80000 ની નીચે થઈ. લગભગ 2400 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. ત્યારબાદ બજાર ખુલતાં જ રિકવરી દેખાઈ અને 1000 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી. જેના પછી ફરી એકવાર ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 2680 પોઈન્ટ સુધીનો કડાકો બોલાઈ જતાં રોકાણકારોના 15 લાખ કરોડ સ્વાહા થઇ ગયા હતા.  
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ