જીએસટીની ટેક્સ પ્રણાલી લાગુ કર્યાના 6 વર્ષ બાદ પણ હજી પણ સિસ્ટમના નબળા પાસાંનો દુરૂપયોગ કરનારા અનેક લોકો ઝબ્બે ચડી રહ્યાં છે. વીમા કંપનીઓ, ઈન્ટરમિડૅયરી માર્કેટિંગ કંપનીઓ અને કેટલીક નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા 824 કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ઈન્ટેલિજન્સના એક અધિકારીઓએ જણાવ્યું કે આ કંપનીઓ પર ગુડ્સ અને સર્વિસની સપ્લાય કર્યા વગર ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) મેળવવાનો આરોપ છે.