રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. ત્યારે આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી છે. તેમની સાથે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.